sumit baug and nursery of mango grafts sumit baug and nursery of mango grafts sumit baug and nursery of mango grafts
 
જુનાગઢ જીલ્લાના ગીર અને ગીરનાર વચ્ચેના સુપ્રસિધ્ધ યાત્રાધામ સત્તાધાર નજીક કુશળ રાજવી ગોંડલ નરેશ સર ભગવતસિંહજી સ્ટેટના રળિયામણાં રતાંગ(તા.વિસાવદર) ગામના કુશળ અને કોઠાસુજ ધરાવનાર ખેડુત શ્રી છગનભાઇ મોહનભાઇ વેકરીયા વર્ષ ૧૯૯૯ થી સરકાર માન્ય નર્સરી 'સુમીત બાગ એન્ડ નર્સરી' મા આંબાની ઉચ્ચ ગુણવત્તાવાળી અને તંદુરસ્ત નુતન તથા ભેટ કલમો નું ઉત્પાદન કરે છે.

'સુમીત બાગ એન્ડ નર્સરી' ૩૫ વીઘા જમીનમાં ફેલાયેલી છે, અને એમાં કેસર આંબાના એક હજાર બસો માતૃઝાડ આવેલા છે. ઉપરાંત જેમાં અન્ય બીજી આંબાની વિવિધ જાતો જેવીકે જમ્બો,કેસર,રત્નાગીરી,હાફુસ અમૃતબાગ,રજાપુરી,આમ્રપાલી,લગડો,દશેરી જેવી કુલ ૪૨ જાતના આંબાના માતૃઝાડ છે.

'સુમીત બાગ એન્ડ નર્સરી' વર્ષ ૨૦૦૩ ના છત્તિસગઢના હોર્ટિકલ્ચર સોસાયટી રાયપુરના કેરી પ્રદર્શન અને હરીફાઇમાં "કેસર" કેરી માં પ્રથમ ક્રમે આવેલ અને એવોર્ડ તેમજ પ્રમણપત્રથી સન્માનીત કરેલ તેવી વિશ્વાસપાત્ર નર્સરીમાં આંબાની ઉચ્ચગુણવત્તા અને ઘટાદાર પ્રમાણીત નુતન તેમજ ભેટ કલમો બનાવે છે.

આ નર્સરીમાંથી ફક્ત ખેડુતો જ નહિ મોટી કંપનીઓ જેવી કે એસ્સાર,એગ્રોટેક,સિન્ટેક્ષ જેવી નામાંકીત કંપનીઓ પણ ખરીદી કરે છે.

'સુમીત બાગ એન્ડ નર્સરી' દસ વર્ષમા ખેડુતોનો તથા બાગાયાત ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાવાળી કલમો આપી સંપુર્ણ વિશ્વાસ સંપાદીત કરેલ છે. આ ઉપરાંત અમારી નર્સરીમાં કાળી પત્તી, ચીકુ, સીતાફળ, લીંબુ, પારસજાંબુ, તથા નળિયેરનું ઉત્પાદન તથા વેચાણ કરીએ છીએ.

mango graft
Copyright © 2009 SumitBaug.com Designed & Developed By: Akash Tilva, Rajkot, India.